Posts

"હું"

         'હું' આ શબ્દ દરેકના માટે અલગ અલગ મહત્વ ધરાવતા હશે. કંઈ કેટલાય' હું' દરેકની અંદર હશે. ક્યારેક ન સમજાય એવા ને ક્યારેક ન કહેવાય એવા સંજોગોમા પણ દરેક પગથિય 'હું' જ હોય છે.           'હું' એટલે કેટલાય અરમાનો, આશાઓ,સપનાઓ, ઇચ્છાઓ, માંગણીઓ, વ્યથાઓ, લાગણીઓ, સહનશીલતા, સમજદારીઓ, આક્રોશ, પીડાઓ, ઝંખનાઓ, લાલચ, દ્રેષ, અદેખાઈ, પાગલપન, અસંતોષ વગેરેનો સરવાળો.           દરેક માણસ માત્ર હું માં જીવે છે. દરેક જવાબદારીઓમાં માનવી હું ને ઘણીવાર ભુલતો પણ જાય છે. માતાપિતા તરીકે પતિપત્ની તરીકેની કે બીજા ઘણા એવા સંબંધો કે જેમાં હું ને ભુલીને જ માણસ બંધાય છે. દરેક માણસ પોતાની અંદર રહેલા હું ને મળી નથી શકતો કે કદાચ પ્રયત્ન કરે તો પણ સંજોગોવસાત મળી શકતો નથી. આ ન મળી શકનાર 'હું' માં ઘણા અસંતોષ દરેક જગ્યાએ એક યા બીજી રીતે ડોકાય છે.           ચાલો, આ કંઈક કેટલાય જવાબદારીઓથી દબાયેલા, સમજદારી થી સચવાયેલા હું ને ફરીથી મળીએ. પોતાને ફરી સાચા અર્થમાં પોતાનામાં જ શોધવા નીકળીએ કાંતો કઈ શકાયને કે ખુદને જ "Google"કરીએ...